ભારતમાં કોરોનાના કહેરે 46 હજારથી વધુ લોકોનો ભોગ લીધો, 24 કલાકમાં 60,963 નવા કેસ

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23.29 લાખે પહોંચી, જેની સામે 16.39 લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ભારતમાં અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. વડાપ્રધાન મોદીએ મંગળવારે દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી કોરોના સેમ્પલ ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો અને 72 કલાકના ફોર્મૂલા પર કામ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ, સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,963 પોઝિટિવ કેસો નોંધાયા છે અને 834 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23,29,639એ…