ભારતમાં કોરોનાના કહેરે 46 હજારથી વધુ લોકોનો ભોગ લીધો, 24 કલાકમાં 60,963 નવા કેસ

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23.29 લાખે પહોંચી, જેની સામે 16.39 લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

 નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ભારતમાં અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. વડાપ્રધાન મોદીએ મંગળવારે દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી કોરોના સેમ્પલ ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો અને 72 કલાકના ફોર્મૂલા પર કામ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ, સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 60,963 પોઝિટિવ કેસો નોંધાયા છે અને 834 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 23,29,639એ પહોંચી ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)

 વિશેષમાં, કોરોના વાયરસ (COVID-19)ના દેશમાં હવે 6 લાખ 43 હજાર 948 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 16 લાખ 39 હજાર 600 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 46091 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

 ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ રોજેરોજ કરવામાં આવતા કોવિડ-19 સેમ્પલ ટેસ્ટિંગના આંકડા જાહેર કરે છે. તે મુજબ, ભારતમાં અત્યાર સુધી કુલ 2,60,15,297 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિશેષમાં 11 ઓગસ્ટે 7,33,449 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

 ગુજરાતમાં 11મી ઑગસ્ટે કોરોના વાયરસના 1118 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1140 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 73238એ પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)

 ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો, 24 કલાકમાં સુરતમાં 236, અમદાવાદમાં 150. વડોદરામાં 111, રાજકોટમાં 87, જામનગરમાં 44, ભરૂચમાં 40, ભાવનગરમાં 55, પંચમહાલમાં 35, અમરેલીમાં 30, મહેસાણામાં 29, ગીર સોમનાથમાં 28, મોરબીમાં 27 અને કચ્છમાં 23 કેસો નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

 આ ઉપરાંત, દાહોદમાં 2, વલસાડમાં 22, ગાંધીનગરમાં 30. ખેડામાં 17, જૂનાગઢમાં 19, સુરેન્દ્રનગરમાં 15, પાટણમાં 14, આણંદમાં 10 મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદ-નર્મદામાં 9-9, સાબરકાંઠામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, બનાસકાંઠામાં 6, છોટાઉદેપુરમાં 4, પોરબંદરમાં 4, તાપીમાં 4, અરવલ્લીમાં 3 મળીને કુલ 1118 પોઝિટિવ કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

 ગુજરાતમાં 24 કલાક દરમિયાન સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 1, વલસાડમાં 1 કુલ 23 મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોતનો આંકડો 2697 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 14125 એક્ટિવ કેસ છે, આ પૈકીના 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે અત્યારસુધીમાં 56416 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)

Leave a Comment