ચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ! નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત

મહિલા રાત્રે મોબાઇલ ચાર્જ કરવા મૂકીને સૂઈ ગઈ, બ્લાસ્ટ થતાં ઘરમાં આગેલી આગમાં ફસાઇ જતાં માતા સહિત બે માસૂમોનાં પણ મોત

ચાર્જિંગ દરમિયાન મોબાઇલ (mobile charging)માં આગ લાગવાના અનેક મામલા સામે આવતા રહે છે. હવે આવી જ એક દુર્ઘટના તમિલનાડુ (Tamil Nadu)માં બની છે. અહીં મોબાઇલ ફાટવાના કારણે બે બાળકો અને એક મહિલાનું મોત થયું છે.

આ મોટી દુર્ઘટના તમિલનાડુના કરૂર જિલ્લાના રાયનૂરની છે, જ્યાં સોમવારે ફોન ફાટવાના કારણે સમગ્ર ઘરમાં આગ લાગી ગઈ અને પરિવારની મુથૂલક્ષ્મી નામની મહિલા અને બે તેના બે બાળકો રણજીત (3 વર્ષ) અને દક્ષિત (2 વર્ષ)નું આગમાં જવાળાઓમાં દાઝી જતાં મોત થયા.’

રિપોર્ટ મુજબ, રવિવારની રાત્રે મુથૂલક્ષ્મીએ મોબાઇલને ચાર્જ કરવા મૂકી દીધો અને પોતાના બે બાળકોને લઈ સૂઈ ગઈ. રાત્રે મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાના કારણે ઘરમાં આગ લાગી ગઈ અને

ઘરમાં સૂઈ રહેલા બાળકોની સાથે મહિલા પણ ગંભીર રીતે દાઝી ગઈ. મળતી માહિતી મુજબ, રાતનો સમય હોવાના કારણે લોકોને આગ લાગવાની જાણ થઈ જ નહીં.

સવાર થતાં જ્યારે લોકોને આગ વિશે જાણવા મળ્યું તો તેઓએ તેની જાણકારી સ્થાનિક પોલીસને આપી. પોલીસની મદદથી મહિલા અને તેના બંને બાળકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા.

પરંતુ હૉસ્પિટલ પહોંચતાં જાણવા મળ્યું કે મહિલાનું મોત પહેલા જ થઈ ચૂક્યું છે અને તેના બંને બાળકોનું સારવાર દરમિયાન મોત થયું. મળતા અહેવાલો મુજબ, દુર્ઘટનાનો શિકાર બનેલી મહિલા તે ઘરમાં પોતાના પતિથી અલગ રહેતી હતી.

Leave a Comment